Search People

વિશ્વકર્મા સંકુલમાં અમાસની ઉજવણી........
30 Jan 2022

       સૌ જ્ઞાતિજનોને......  જય વિશ્વકર્મા 🙏

         આથી સૌને જણાવવાનું કે આપણા વિશ્વકર્મા સંકુલમાં અમાસની ઉજવણી, દાદાના મંદિરે ભજન કીર્તન અને ફરાળી પ્રસાદની સાથે ધામધૂમથી કરવામાં આવે છે.

   આવતી અમાસ તારીખ ૧૫-૦૬ -૨૦૨૬ અને સોમવારે ઉજવવામાં આવશે.

      જેમાં મહાપ્રસાદ સાથે ફરાળી પ્રસાદીની સેવા આપનાર દાતાશ્રી ડૉ. જયંતીલાલ નાથાલાલ મિસ્ત્રી (વતન: જેતલવાસણા, હાલ: ગોતા) પરિવારનો સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે અને દાદાના આશીર્વાદ સદાય મળતા રહે એવી સૌ પ્રાર્થના કરે છે.

    સૌ જ્ઞાતિજનોને વિશ્વકર્મા સંકુલમાં ઇલોરગઢ નિવાસી વિશ્વકર્મા દાદાની પાદુકાના દર્શન, ભજન અને પ્રસાદનો લાભ લેવા વિશ્વકર્મા સંકુલ, ઓગણજ, અમદાવાદ ખાતે સવારથી જ પધારવા વિનંતી છે.

    અમાસની ફરાળી પ્રસાદી મહા-પ્રસાદ સિવાય પણ નોંધાવી શકાય છે.

 અમાસની પ્રસાદીની સેવા નોંધાવવા માટે મંત્રી શ્રી અશ્વિનકુમાર જોઈતારામ સુથાર (આખજવાળા, હાલ: ગાંધીનગર) નો સંપર્ક કરવા વિનંતી છે.મો: ૯૭૩૭૩ ૭૪૫૦૪ પર સંપર્ક કરવો.

       સૌનો સાથ સમાજનો વિકાસ....

        .......જય વિશ્વકર્મા ........ 

લી. પ્રમુખ, મંત્રી તથા કારોબારી સભ્યો/ટ્રસ્ટી મંડળ,

પાટણવાડા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટ, અમદાવાદ, PGSSTA 

       આપનું  યથા યોગ્ય દાન આવકાર્ય છે.

       અમાસ નિમિતે PGSSTA એપ્લિકેશનનો ઉપયોગ કરી દાન કરી ઓનલાઈન પાવતી મેળવી શકાશે.

      PGSSTA  ડીજીટલ એપ્લિકેશન  સમાચાર ટેબમાં પ્રસારિત