વિશ્વકર્મા સંકુલમાં અમાસની ઉજવણી... તારીખ ૧૬-૦૫-૨૦૨૬
30 Jan 2022
સૌ જ્ઞાતિજનોને...... જય વિશ્વકર્મા 🙏
આથી સૌને જણાવવાનું કે આપણા વિશ્વકર્મા સંકુલમાં અમાસની ઉજવણી, દાદાના મંદિરે ભજન કીર્તન, ફરાળી પ્રસાદની સાથે કરવામાં આવે છે.
આવતી અમાસ તારીખ ૧૬-૫-૨૦૨૬ અને શનિવારે સંકુલમાં ઉજવવામાં આવશે.
જેમાં મહાપ્રસાદ સાથે ફરાળી પ્રસાદીની સેવા
દાતા શ્રી સ્વ. અનિતાબેન મનસુખભાઇ ગજ્જર, વતન: દેલોલી, હાલ: સાબરમતી, અમદાવાદ હસ્તે : શ્રી નિરજભાઈ ગજ્જર તરફથી મળેલ છે.
આ પરિવારનો સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે અને દાદાના આશીર્વાદ સદાય મળતા રહે એવી સૌ પ્રાર્થના કરે છે.
સૌ જ્ઞાતિજનોને વિશ્વકર્મા સંકુલમાં ઇલોરગઢ નિવાસી વિશ્વકર્મા દાદાની પાદુકાના દર્શન, ભજન અને પ્રસાદનો લાભ લેવા વિશ્વકર્મા સંકુલ, ઓગણજ, અમદાવાદ ખાતે સવારથી જ પધારવા વિનંતી છે.
અમાસની ફરાળી પ્રસાદી મહા-પ્રસાદ સિવાય પણ નોંધાવી શકાય છે.
અમાસની પ્રસાદીની સેવા નોંધાવવા માટે મંત્રી શ્રી અશ્વિનકુમાર જોઈતારામ સુથાર (આખજવાળા, હાલ: ગાંધીનગર) નો સંપર્ક કરવા વિનંતી છે.
મો: ૯૭૩૭૩ ૭૪૫૦૪ પર સંપર્ક કરવો.

